સૂર્યમુખીના બીજ | Sunflower Seeds in Gujarati | સૂર્યમુખી બીજ ના ફાયદા | Benefits of Sunflower seeds

સૂર્યમુખીના બીજ શું છે?

Sunflower Seeds in Gujarati – સૂર્યમુખીના બીજ વાસ્તવમાં સૂર્યમુખીના કાળો રંગનાં છીપની અંદર રહેલા સફેદ રંગનાં ફળ છે. સૂર્યમુખીના બીજ શાકાહારી લોકો માટે છોડ આધારીત પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સૂર્યમુખીના બીજ વિટામીન-E, મેગ્નેશિયમ, સેલેનિયમ, કોપર, મેંગેનીઝ અને વિવિધ-B વિટામીન્સ સહીત આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે.આ પોષક તત્વો એકંદરે આરોગ્ય અને સુખાકારીને ટેકો આપવા માટે નીર્ણાયક ભૂમિકા ભજવે છે.

Sunflower Seeds in Gujarati

પોષક તત્વો

સૂર્યમુખીના બીજ સારા ફેટ, મીનરલ્સ અને વિટામીન્સથી ભરપુર હોય છે. તે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ, જસત વગેરે જેવા ખનીજો ધરાવે છે. આ બીજ સ્વાસ્થ્ય સમસ્યા, હૃદય રોગ તથા ડાયાબીટીસમાં મદદરૂપ છે.

સૂર્યમુખીના બીજ ઘણા પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે, જેમાં વિટામીન-E અને સેલેનિયમનો સમાવેશ થાય છે જે ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

૦૨ ચમચી સૂર્યમુખીના બીજમાં કેલરી: ૨૦૭, ચરબી: ૧૯ગ્રામ, સોડિયમ: ૧મીલીગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ: ૭ગ્રામ, ફાઇબર: ૩૯ગ્રામ પ્રોટીન: ૫.૮ગ્રામ હોય છે.

સૂર્યમુખીના બીજનાં ફાયદા | Benefits of Sunflower Seeds in Gujarati

1) હૃદય રોગમાં ફાયદાકારક | Beneficial in heart disease

સૂર્યમુખીના બીજમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. સુર્યમુખીના બીજ અસંતૃપ્ત ફેટી એસિડ, ખાસ કરીને લિનોલીક એસિડથી સમૃદ્ધ છે. લિનોલીક એસિડ શરીરમાં હોર્મોન બનાવવામાં મદદ કરે છે જે રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નીચુ લાવે છે વધુમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

2) ડાયાબીટીસમાં મદદરૂપ | Helpful in diabetes

સૂર્યમુખીના બીજમાં સારૂ ફેટ રહેલું હોય છે, જેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટનો સમાવેશ થાય છે. આ ફેટ ઇન્સ્યુલીનની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે અને લોહીમાં વધારાના ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. પ્રકાર-૨ ડાયાબીટીસ સાથે સંકળાયેલ ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સનું જોખમ ઘટાડે છે.

સૂર્યમુખીના બીજમાં ભરપુર માત્રામાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી હોય છે. જે ગ્લાઇસેમિક ઇન્ડેક્સને નીયંત્રીત કરે છે અને બ્લડ સુગર લેવલને જાળવી રાખે છે. ફાઇબર, પ્રોટીન અને ચરબીને પચવામાં સમય લાગે છે તેથી આ પોષક તત્વો કાર્બોહાઇડ્રેટ્સમાંથી સુગરને ધીમે ધીમે મુક્ત કરવાની મંજૂરી આપે છે જેથી ભુખ ઓછી લાગે છે. આમ સૂર્યમુખીના બીજમાં બ્લડમાં સુગરનું પ્રમાણ ઘટાડી ને પ્રકાર-૨ ડાયાબીટીસનાં લક્ષણો જેવાકે વધારે ભુખ લાગવી, વધારે તરસ લાગવી, વજન ઉપર નીચે થવું અને થાક લાગવા જેવી સમસ્યાને અટકાવામાં મદદરૂપ થાય છે.

3) રોગ પ્રતીકારક શક્તિ | strong immune system

સૂર્યમુખીના બીજમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ(E), ઝિંક અને સેલેનિયમ હોય છે, જે આપણી રોગપ્રતીકારક શક્તિ વધારે છે. અનેક ચેપી રોગોથી રક્ષણ આપે છે. વીટામીન-E એ એક સારૂં એન્ટીઓક્સિડેન્ટ પણ છે, જે શરીરનાં તંદુરસ્ત કોષોમાં રહેલા ફ્રી રેડીકાલસને લીધે કોષોને થતા નુકસાનને અટકાવે છે.

આ બીજમાં વિટામિન B6 પણ હોય છે જે મૂડ અને એકાગ્રતા વધારે છે. તે સેરોટોનિન અને મોરાપીનફાઈનને મુક્ત કરે છે તેથી જ આપણે આનંદ અનુભવીએ છીએ. આ બીજ પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) ના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

4) ત્વચા અને વાળ માટે ઉપયોગી | Helpful for skin and hair

સૂર્યમુખીના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટીરીયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તેથી આ બીજનું સેવન કરવાથી ત્વચા સાફ અને ચમકદાર બને છે. આ બીજમાં રહેલું ઓલિક અને લિનોલીક એસિડ કોલેજન અને ઇલાસ્ટીસીટીની રચનામાં મદદ કરે છે. તેથી ઘા નાં ઉપચારને ઝડપી બનાવે છે.

વિટામીન ઇ, એન્ટીઑકિસડન્ટ વાળ માટે ખૂબ જરૂરી છે. તે વાળ ને લાંબા કરે છે અને ખરતા તથા વાળ સફેદ થતા અટકાવે છે. ઝીંક અને સેલેનિયમ જેવા ખાનીજોની હાજરી પોષણ યુક્ત માથાનાં ઉપરની ચામડીને મદદરૂપ થાય છેઅને વાળની ગુણવત્તામાં વધારો કરે છે.

5) કેન્સર સામે રક્ષણ કરવામાં મદદરૂપ | Helpful in protecting against cancer

સુર્યમુખી સ્વાસ્થ્ય માટે મહત્વપુર્ણ વિટામીન ઈ જેવા એન્ટીઑક્સિડન્ટ્સનું પુષ્કળ સ્ત્રોત છે. એન્ટીઑક્સિડન્ટ્સ, શરીરમાં ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરવાનું મદદ કરે છે, જે કેન્સરનો વિકાસ અટકાવે છે.

સુર્યમુખીમાં વિવિધ ફાઇટોકેમિકલ્સ, જેવા કે ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઇડ્સ, છે. જે કેન્સર કોષોની વૃદ્ધિને રોકવાનો અને સુજનને ઘટાડવામાં મદદ કરે છે. આ બીજનાં સેવનથી આંતરડાનાં કેન્સરની શક્યતા પણ ઘટી જાય છે.

6) ગર્ભાવસ્થા દરમ્યાન મદદરૂપ | Helpful during pregnancy

સૂર્યમુખીના બીજ વિટામીન E થી ભરપૂર છે જે ગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ હીતકારી નિવડે છે. તે ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનાં વિકાસમાં મદદ કરે છે. સૂર્યમુખીના બીજ ફોલીક એસીડનો સારો સ્ત્રોત છે. સગર્ભાવસ્થા દરમિયાન ફોલીક એસીડ ગર્ભનાં કોષોનાં વિકાસમાં ખુબજ મહત્વપૂર્ણ છે.

આ બીજમાં આયર્ન, જસત, મેગ્નેશિયમ અને વિટામીન-E જેવા આવશ્યક પોષક તત્વો ભરેલા હોય છે. આ પોષક તત્વો બાળકનાં અંગો, હાડકાં અને એકંદરે વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. ઓમેગા-3 ફેટી એસિડ બાળકનાં મગજ અને આંખોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.

7) મેમરી, મૂડ અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક | Beneficial for memory, mood and mental health

સુર્યમુખીના બીજમાં પાયરિડોક્સિન(Pyridoxine) નામનું વિટામીન હોય છે. જે મૂડ એકાગ્રતા અને યાદશક્તિ વધારે છે. સુર્યમુખીના બીજમાં રહેલુ વિટામીન સેરોટોનિન નોરેપીનેફ્રાઈન નામનું કેમિકલ મુક્ત કરે છે જે ડિપ્રેશનમાં મદદરૂપ થાય છે.

સુર્યમુખીના બીજ સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવ થી થતાશરીર ના ફેરફારો મા ઉપયોગી છે. આ બીજમાં પાયરિડોક્સિન(Pyridoxine) નામનું વિટામીન હોય છે. તેથી બીજનું નિયમીત સેવન માસિક સ્રાવ દરમિયાન થતા મૂડમાં ફેરફાર જેવા કે ચિડિયા પણુ, થાક અને છાતીમાં દુખાવો જેવા લક્ષણો ને ઘટાડે છે.

8) એનીમિયામાં મદદરૂપ | Helpful in anemia

સુર્યમુખીના બીજમાં સારી માત્રામાં આયર્ન હોય છે જે એનીમીયાના દર્દીઓને મદદ કરે છે.

9) થાક દૂર કરવામાં મદદરૂપ | Helpful in relieving fatigue

સૂર્યમુખીના બીજમાં વિટામીન થાઇમીન હોય છે જે કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને પ્રોટીનને વિભાજીત કરવામાં મદદ કરે છે અને તાત્કાલીક ઊર્જા પ્રદાન કરે છે. જેથી થાક દુર થાય છે.

સૂર્યમુખીના સીડ્સ ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લેવા જોઈએ

સુર્યમુખીના બીજ સામાન્ય રીતે શેકેલા અથવા કાચા ખાવામાં આવે છે. તમે વિવિધ વાનગીઓમાં સુર્યમુખીના બીજનો ઉપયોગ શકો છો.

સુર્યમુખીના બીજને કુકીઝ, મફિન્સ અથવા બ્રેડ જેવા બેકડ સામાનમાં ઉમેરીને ખાઈ શકાય છે.

કોઈપણ તાજા શાકભાજી અથવા ફળની સ્મૂધી પર આ પાવડરનો એક ચમચી છંટકાવ કરી ખાય શકો છો.

થોડા મીઠું મા શેકી ને મુખવાસ ની જેમ લાય શકય છે.

વધુમાં અન્ય તેલને બદલે સુર્યમુખી તેલ વડે રસોઇ કરો.

સૂર્યમુખીના સીડ્સની આડ અસરો

સૂર્યમુખીના બીજનાં વધુ પડતા સેવનથી ઉલ્ટી,પેટમાં દુખાવો અને કબજીયાત થઈ શકે છે.

સૂર્યમુખીના બીજમાં ભરપુર માત્રામાં કેલરી હોય છે. વધુ પડતું સેવન કરવાથી વજન વધી શકે છે.

સૂર્યમુખીના બીજમાં કેડમિયમ હોય છે. વધુ પડતા બીજ ખાવાથી આપણી કિડની માટે હાનીકારક હોઈ શકે છે.

આ બીજથી એલર્જી ધરાવતા લોકોને ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, મોઢાની આસપાસ સોજો અને ખંજવાળ વગેરે જેવા લક્ષણો દેખાય શકે છે.

Leave a comment